એનો શું વાંક ?

રમેશ છેલ્લા ઘણાં સમયથી ઉત્તરાયણનાં દિવસે પતંગો નથી ચગાવતો.એ બસ છત પર જઈને પતંગોને જોયા કરે, લોકો ને જોયા કરે.
હું એને ઘણીવાર પૂછું કે કેમ નથી ચગાવતો કેમ? તો એ કંઈ જવાબ જ ન દે.બસ મૌન જ રહે અને આકાશ તરફ જોવાં લાગે.
પરંતુ આ વર્ષે એનું મૌન તૂટ્યું.

અમે બને લોકો છત પર લોકો ને પતંગબાજી કરતાં જોતાં હતા. ત્યાં અચાનક કોઈકના પતંગ કપાવા સાથે એ દોર વડે એક કબૂતરની પાંખ પણ કપાઈ હતી. એ તરત આ ઘટના જોઈને નીચે દોડી ગયો. એણે દોરને કબૂતરની પાંખથી દૂર કરી અને એની સારવાર માટે એને નજીકનાં મદદકેન્દ્ર પર લઈ ગયો. દોર કાઢતી વખતે મેં એની આંખોમાં આંસુ જોયા હતા. કબૂતરની સારવાર બાદ મેં ફરી તેને પુછ્યું “કેમ રડતો હતો?”
આ વખતે જવાબ મળ્યો કે “થોડાં વર્ષો પેલાં મારાંથી આવુ થયેલું, એ પણ એકવાર નહીં ત્રણ વખત. ત્યારે હું ધ્યાનમાં ન લેતો. હવે જ્યારે મારે મારાં માતા-પિતા નથી ત્યારે સમજાય છે કે એ પંખીઓના પરિવારનું શું થતું હશે? એ લોકોને વાચા નથી પણ લાગણીઓ તો છે ને! બસ,ત્યારથી મૂકી દીધું છે.
શક્ય હોઈ એટલો એમનો જીવ પતંગની દોરથી બચાવવાનો પ્રયત્ન કરું છું અને પતંગ નાના ગરીબ બાળકોને લઈ દવ છું અને તેમની સાથે ઉત્તરાયણ ઉજવું છું.”

“ઉડવા નીકળ્યું છે હજી પહેલીવાર પારેવડું, કયાંથી હોય ખબર એને કે આજે જ ઉતરાણ છે. “

આપ સૌને ઉત્તરાયણ ની શુભેચ્છાઓ. હર્ષ અને ઉલ્લાસ સાથે ઉત્તરાયણ માણો અને તમારા આનંદમાં નિર્દોષ પંખીઓનો જીવ ન જાય એનું અચુક ધ્યાન રાખજો.

વ્યસન નો વા

      પાણીપુરી એટલે મોટા ભાગ ની છોકરીઓનો પ્રેમ ખબર જ હશે તમને તો ! તો બસ આ મોટા ભાગ ની છોકરીઓ માં હું પણ આવી જાવ છું.

       રવિવાર ની એ સાંજ હતી હું મારા પપ્પા સાથે કામસર બહાર આવી હતી ને  મારી પ્રિય જગ્યા ની પાણીપુરી ને કેમ મુકી શકું ?! તો બસ હું પાણીપુરી ખાવા ચાલી ગઈ અને પપ્પા એના કામ એ. પાણીપુરી ખાઈ લીધા પછી ની વાત ખુબ જ મહત્વ ની છે .

       મોબાઈલ ન હોઈ સાથે તો નવરું બેઠું માણસ કરે તો કરે શું ? અડધી કલાક માટે એટલે મેં પણ મારા બધા વિચારો ને એક બાજુ મૂકી ને આજુબાજુ ની જગ્યા નું નિરીક્ષણ કરવાનું ચાલુ કર્યું અને જે ઘટના મેં જોઈ એનું વર્ણન તમારી સમક્ષ કરું છું.

       મેં જે પાણીપુરી ની રેકડી એ થી પાણીપુરી ખાધી એ બેન નું મોઢું જોઈ ને જ લાગ્યું કે એ બેન તમ્બાકું ખાઈ છે. કાઠિયાવાડ માં આ કોઈ મોટી વાત છે નહીં ન કે કાઠિયાવાડ ની બહાર મોટા શહેરોમાં ભણેલી છોકરીઓ પણ સિગારેટ પીવે એ પણ.આ બઘું ઘણીવાર જોયેલું છે એટલે કઈ ફેર નથી પડતો ,જોવું ત્યારે દુઃખ થાય કે ભણેલ-ગણેલ છોકરીઓ બધું જાણતા સમજતા છતાં પીવે છે તો પછી અભણ નું શું કરવું..

        તો પાણીપુરી વેંચવાવાળા બેન નો દસેક વરસ નો છોકરો હતો એમની સાથે અને એનો કાકા નો છોકરો પણ ત્યાં જ હતો .એ કદાચ પેલા થી એકાદ-બે વરસ નાનો હશે. એ નાનું ટેણીયું એના મોટા ભાઈ ને મીઠી સોપારી કે પછી યુમી કે દોસ્ત કરી ને આવતી સોપારી ખવડાવતો હતો અને એ બેન નો દીકરો એનાં મમ્મી ને કહી ને ખાઈ પણ ગયો. એ બેન એ છોકરા ને ના પાડવા કે ખીજવાને બદલે એના દિકરા પાસે બાજુ ની દુકાન માંથી મસાલો (તમ્બાકુ) લઈ આવાનું કીધું.

        આ એક કિસ્સા પરથી તમે જ વિચારી શકો છો એ એક મીઠી સોપારી ની ટેવ કયારે પાન-મસાલા અને સિગારેટ માં પરિવર્તન પામે એમાં કોઈ જ નવાઈ નહીં રે .આવા તો કેટલાય બાળકો અને મા-બાપ હશે એક ગામડા કે શહેર માં ને પછી એક રાજ્ય કે દેશ ની ગણતરી તો જુદી જ છે.
 
         એ બેન એ પોતાનાં દિકરા ને મીઠી સોપારી ખાતો અટકાવ્યો હોત તો મને અને તમને એ વધુ ગમત કદાચ. લોકો ફિલ્મો ની બ્રેક માં અને ઈન્ટરવલ માં જુએ જ છે કે આ બધાં વ્યસનો નું આપણા શરીર પણ શું અસર છે છતાં આવી ટેવો મુકી નથી શકતા. પોતા નાં જ સારા સ્વાસ્થ્ય માટે છે અને પોતાનાં બાળકો નાં સારા ભવિષ્ય માટે પણ..

       આગળ વાત કરી એમ ભણેલ લોકોનો અમુક વર્ગ પણ આના બંધાણી છે. તે લોકો ને તો એના નુકશાન ની બધી જ ખબર છે છતાં પણ ક્યાંક ને કયાંક નાનપણ ની સોપારી ની ટેવ કે પછી દોસ્તારો નાં લીધે પડેલી સિગારેટ ની ટેવ કે દુઃખ ભૂલવા માટે પડેલી દારૂ ની ટેવ. આ ટેવો મૂકવું અઘરું છે પણ અશક્ય તો નથી જ આના માટે ઘણાં નશામુક્તિ કેન્દ્રો છે , ઘણાં NGO પણ છે.

      તમારા થી શક્ય હોય તો તમારા મિત્રો,પરિવારજનો કે કોઈ પણ વ્યક્તિ ને આવી કુટેવો હોઈ તો એને યોગ્ય રસ્તો બતાવજો. એના થી કેટલાય નાં ઘર પરિવાર અને તેમનું ભવિષ્ય સુરક્ષિત થશે અને સુધરી પણ જશે…

ટેબલ પર નાં સવાલ-જવાબ અને હું

આમ તો હું જામનગર ની છું પણ ભણવા નું અમદાવાદ માં. આઠમ નો તહેવાર હોઈ ને પાકા કાઠિયાવાડી લોકો મેળા માં જવા માટે તો તલપાપડ હોઈ .તો બસ હું પણ એજ રીતે અમદાવાદ થી જામનગર મુસાફરી કરી ને આવી રહી હતી.મારું સ્ટોપ આવ્યું એટલે પપ્પા લેવા આવેલા મન,એય રસ્તા માં બાપ-દીકરી વાતો કરતાં કરતાં આવ્યા.પણ આ શું આજે પપ્પા એ ગાડી ઘર તરફ વાળવા ને બદલે એક ડાઇનિંગ હોલ તરફ વાળેલી. ના-ના આજે સાતમ છે એટલે નહીં પણ એકલો માણસ તો ત્યાં જ જમે ને કા તો પાર્સલ મંગાવી ને જમેં. એમ મારા પપ્પા પણ છેલ્લા એક મહિના થી પાર્સલ મંગાવા ને બદલે એ ડાઇનિંગહોલ માં જમી આવે છે. હા તો હું અને મારા પપ્પા એ ડાઇનિંગહોલ માં ગયા, થાળી પીરસાય ગઈ હતી અને મેં હજી પપ્પા ને કીધું પપ્પા રોટલી તો બાકી છે, પપ્પા કે હમણાં આવશે ત્યાં જ મારા કાને એક અવાજ સંભળાયો બેન રોટલો કે રોટલી? મેં બસ મોં ઉંચુ કર્યું ને કીધું રોટલો, પણ એ રોટલો દેવાવાળા બાળક ને જોઈ ને બસ દયા આવી ને વિચાર્યું હું કેટલી નસીબદાર છું. મેં જમતાં જમતાં પપ્પા ને કીધું કે પપ્પા જોવો તો બિચારો આ ઉંમરે કામ કરે છે ને એક હું હતી. જે એ સમય માં ખૂબ જ રમતી મારી બહેનપણીઓ સાથે, મમ્મી અને બેન ને હેરાન કરતી આ વસ્તુ લઈ દે, આ જમવાનું બનાવી દે ને રોટલી નથી ભાવતી ભાત ને દાળ જ બનાવી દે,પપ્પા આ લઈ દો મારી બહેનપણી પાસે છે મને પણ જોય જ છે લઇ જ દો એવી ઘણી જીદ કરી છે અને પુરી પણ કરાવી છે. મેં તરત જ એ છોકરા ને મારી આ ઉંમર સાથે સરખાવી જયારે હું 11-12 વર્ષ ની હતી, ને એજ ઉંમર માં એ છોકરો એક -એક ટેબલ પર જઈ ને પૂછતો હતો કે કેટલી રોટલી લેશો? બસ એ છોકરો ને જોઈ ને ત્યારે કરેલી જીદો અને ફરિયાદો કે પપ્પા તમે આ નથી લઈ દેતાં,મમ્મી તું મને ગમતું જમવાનું નથી બનાવતી એ બધુ જ નકામું લાગ્યું મને, મને મળતુતું એ ઘણું હતું બસ સંતોષ નહતો ત્યારે, સમજદારી ન હતી, બસ બીજા ની સાથે સરખામણી કરતી. જ્યારે આ બાળક હસતા મોઢે એના પરિવાર ની જવાબદારી પૂરી કરતો હતો,હસતા મોઢે પરિસ્થિતિ ને સ્વીકારી ને હસતા મોઢે ખૂબ જ સુંદર સ્મિત આપી ને એનું કામ કરતો હતો. કેટલા નસીબદાર છીએ આપણે ભગવાન એ બધું આપ્યું છે. ત્રણ ટક જમવાનું,રેવાનું,કપડાં જીવન જરૂરિયાત ની બધી જ સગવડો તો પણ આપણે ફરિયાદો જ કરી છીએ સાચું કે નહીં? ફરિયાદો કરવાને બદલે પરિસ્થિતિ સામે હસતા મોઢે શીખવાનું આ બાળક એ શીખવ્યું છે આજે મને. આપણે બધા ખૂબ જ નસીબદાર છીએ બધું મળ્યું છે હા અમુક વસ્તુ નથી મળી પણ એ મેળવવા માટે તો જાત મેહનત કરવી જ જોશે આપણે. બસ આ બાળક ના બાળપણ કરતા આપણું બાળપણ ખૂબજ સુંદર રીતે પસાર થયું છે. મને એવું જીવન નથી મળ્યું ભગવાન ની ખૂબ ખૂબ આભારી છું હું.આ એક નાનકડા કિસ્સા પર થી એ જણાવા માંગુ છું કે જે મળ્યું છે એમાં સંતોષ રાખો એવા ઘણા પડ્યા છે આ દુનિયા માં જેમને આપણા જેટલું પણ નથી મળ્યું છતાં ખુદ માટે અને ખુદ ના પરિવાર માટે ખુદ નું બાળપણ બગાડી ને એ છોકરો કમાય છે એમ આપણે પણ ખુદ ના સપનાઓ પુરા કરવા ખુદ ના પરિવાર માટે જાત ઘસી હસતા મોંઢે ખુદ માટે ખુદ ને જોઈ એ તેવી પરિસ્થિતિ ઊભી કરવાનો પ્રયત્ન કરવો.